શ્રી પંચોલી સુથાર સમાજ સેવા ટ્રસ્ટની સ્થાપના તા. ૧૩-૦૬-૨૦૧૯ માં કરવામાં આવી છે. જેમાં પંચોલી,મેવાડા,વૈશ્ય,ગજ્જર,સુથારના સમાજના કોઈ પણ વ્યક્તિઓ સભાસદ થઈ શકે છે. ટ્રસ્ટ મુખ્ય આશય સમસ્ત સુથાર સમાજને જોડીને એક કરવાનો છે. અને આ ટ્રસ્ટ દ્વારા ચાલતી યોજનામાં સૌને જોડીને સમાજના દરેક વ્યક્તિને મદદરૂપ થવું તેવા શુભ આશયથી ટ્રસ્ટમાં એક મુખ્ય યોજના “ પરિવાર સહાય ( મૃત્યુ સહાય ) યોજના શરૂ કરવામાં આવી. આ મુખ્ય યોજના અંતર્ગત સુથાર સમાજનો કોઈ પણ વ્યક્તિ સભાસદની ફી ભરીને યોજનામાં જોડાઈ શકે છે. આ સભાસદમાથી જ્યારે કોઈ સભાસદનું અવસાન થાય ત્યારે તેના વારસદારોને સહાય પેટે ટ્રસ્ટના નિયમ મુજબ રકમ આપવામાં આવે છે.
૧. નિરાધાર વિધવા સહાય
૨. સામાજિક પ્રવૃતિ જેવી કે છોકરા છોકરીના પસંદગી માટે
“ મેરેજ બાયોડેટા ગ્રુપ “
૩. આરોગ્ય માટે વિવિધ કેમ્પ રાખવા
૪. શિક્ષણલક્ષી પ્રવૃતિઓનું આયોજન કરવું
૫. ક્રિટિકલ મેડિકલ સહાય ભાવિ યોજના