Loading...
About Us
// ટ્રસ્ટ વિષે //

શ્રી પંચોલી સુથાર સમાજ સેવા ટ્રસ્ટની સ્થાપના તા. ૧૩-૦૬-૨૦૧૯ માં કરવામાં આવી છે. જેમાં પંચોલી,મેવાડા,વૈશ્ય,ગજ્જર,સુથારના સમાજના કોઈ પણ વ્યક્તિઓ સભાસદ થઈ શકે છે. ટ્રસ્ટ મુખ્ય આશય સમસ્ત સુથાર સમાજને જોડીને એક કરવાનો છે. અને આ ટ્રસ્ટ દ્વારા ચાલતી યોજનામાં સૌને જોડીને સમાજના દરેક વ્યક્તિને મદદરૂપ થવું તેવા શુભ આશયથી ટ્રસ્ટમાં એક મુખ્ય યોજના “ પરિવાર સહાય ( મૃત્યુ સહાય ) યોજના શરૂ કરવામાં આવી.

આ મુખ્ય યોજના અંતર્ગત સુથાર સમાજનો કોઈ પણ વ્યક્તિ સભાસદની ફી ભરીને યોજનામાં જોડાઈ શકે છે. આ સભાસદમાથી જ્યારે કોઈ સભાસદનું અવસાન થાય ત્યારે તેના વારસદારોને સહાય પેટે ટ્રસ્ટના નિયમ મુજબ રકમ આપવામાં આવે છે.

01
કન્યાદાન ભેટ યોજના
સભાસદની દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને “કન્યાદાન ભેટ યોજના “ અંતર્ગત NSC. ના પોસ્ટના સર્ટિફિકેટ આપવામાં આવે છે. ઉપરાંત એક દાતા તરફથી દીકરીને “ સોના ની ચૂની “ આપવામાં આવે છે.
02
ઇનામ
ધોરણ ૮ અને ૧૨ માં પાસ થયેલા વિધ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવે છે. તેમજ જો કોઈ અન્ય દાતા તરફથી ઈનામ જાહેર થયેલ હોય તો તે પણ લાભ આપવામાં આવે છે. જેમ જેમ સભ્યો વધતાં જાય તેમ તેમ સભાસદોને અપાતી લાભની રકમમાં વધારો કરવામાં આવે છે. ટ્રસ્ટમાં સક્રિય સભાસદો હોય તે મુજબ લાભ આપવામાં આવે છે.
03
વિભિન્ન પ્રવૃત્તિઓ

૧. નિરાધાર વિધવા સહાય

૨. સામાજિક પ્રવૃતિ જેવી કે છોકરા છોકરીના પસંદગી માટે
  “ મેરેજ બાયોડેટા ગ્રુપ “

૩. આરોગ્ય માટે વિવિધ કેમ્પ રાખવા

૪. શિક્ષણલક્ષી પ્રવૃતિઓનું આયોજન કરવું

૫. ક્રિટિકલ મેડિકલ સહાય ભાવિ યોજના

સમાજ સુરક્ષા કવચ યોજના ની માહિતી

હેતુ : સમસ્ત સુથાર સમાજના તમામ પરિવારોને એક મંચમાં જોડી સમાજના દરેક વ્યક્તિને લાભ આપવાનો શુભ આશય છે. આ બાબતે વધુ માહિતી માટે કાર્યાલયનો સંપર્ક કરી સભાસદ થઈ શકો છો.

૧. સમસ્ત સુથાર સમાજ નો કોઈ પણ વ્યકિત શારીરિક તંદુરસ્તી ધરાવતો હોય અને ૧૮ થી ૬૫ વર્ષ સુધીના ઉમર ના વ્યક્તિઓ સભાસદ થઈ શકે છે.

૨. સભાસદ થવા માટે પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ જેવા પુરાવા આપવાના રહેશે.

ક્રમ વર્ષ સભ્યો અવસાન પામેલા ચુકવેલી રકમ કન્યાદાન લાભાર્થી કન્યાદાન ભેટ માં ચુકવેલી રકમ દાતા તરફ થી સોના ની ચુની ભેટ
૧૯-૨૦ પર ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
૨૦-૨૧ ૨૦ ૦૨ ૧૬૮૫૦/- ૦૦ ૦૦ ૦૦
૨૧-૨૨ ૩૧ ૦૧ ૧૦૩૦૦/- ૦૩ ૧૫૦૦૦/- ૦૩
૨૨-૨૩ ૫૩ ૦૧ ૧૨૩૦૦/- ૦૦ ૦૦ ૦૦
૨૩-૨૪ ૬૧ ૦૬ ૧૦૬૮૦૦/- ૦૪ ૨૬૦૦૦/- ૦૪
૨૪-૨૫ ૨૯ કેન્સલ-૨ ૦૦ ૦૩ ૨૧૦૦૦/- ૦૩
૨૫-૨૬ ૨૬ ૦૨ ૪૬૬૦૦/- ૦૦ ૦૦ ૦૦
ટોટલ ૨૭૨ ૧૪ ૧૯૨૮૫૦/- ૧૦ ૬૨૦૦૦/- ૧૦